Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

સાવલીની બે સંતાનની માતા સાથે ઉદયપુર જઈ સંબંધીએ પોતાની હવસનો શિકાર બનાવતા ચકચાર

સાવલી:તાલુકામાં યુવાન પરિણિતાને ધાકધમકી આપી ઉઠાવી ગયા બાદ સંબંધીએ રાજસ્થાનના ઉદયપુર તેમજ અજમેરની હોટલમાં ગોંધી રાખી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.

બે સંતાનોની માતા ૩૨ વર્ષની પરિણિતા તા.૫ ઓગષ્ટના રોજ સવારે  પાંચ વાગે ઘરની આગળ સફાઇ કરતી હતી ત્યારે સંબંધી અનવર જીતસિંહ રણા આવ્યો હતો અને તારો ભાઇ રોડ પર આવ્યો છે તેમ કહી પરિણિતાને લઇ  જઇ ધમકી આપી બાઇક પર બેસાડી ડેસર લઇ ગયો હતો. ડેસરમાં અનવરે પરિણિતાને કેફી પદાર્થ સુંઘાડી બેભાન કરી દીધી હતી જ્યારે ભાનમાં આવી ત્યારે તે અમદાવાદ હતી.

અનવર પરિણિતાને બાદમાં ઉદયપુર લઇ જઇ હોટલમાં રાખી ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હતો ત્યાંથી અજમેર તેમજ પરત ઉદયપુરની હોટલમાં રાખી બળાત્કાર ગુજાર્યો હતો. તા.૧૬ સપ્ટેમ્બરના રોજ વડોદરા લાવી બસમાં બેસાડી ધમકી આપી અનવર જતો રહ્યો હતો. બાદમાં પિયરમાં ગયેલી પરિણિતાએ નજીકના સંબંધી અનવર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:36 pm IST)