Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

આંકલાવના અંબાવમાં ઉછીના પૈસાની અદાવતમાં શખ્સના માથા પર કાચની બોટલથી હુમલો થતા અરેરાટી

આંકલાવ:તાલુકાના અંબાવ ગામના છાછરીયાપુરામાં ઉછીના આપેલા પૈસા પૈકી બાકી નીકળતા પૈસા લેવા માટે ગયેલા એકને માથામા ંકાચની બોટલ તેમજ ગડદાપાટુનો માર મારતાં આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર અંબાવના બેડવાપુરા ખાતે રહેતા અર્જુનભાઈ મનુભાઈ પઢિયાર છાછરીયાપુરા ખાતે રહેતા અશ્વિનભાઈ ભીખાભાઈ પઢિયાર પાસે આપેલા ઉછીના પૈસા પૈકી બાકી નીકળતા પૈસા લેવા માટે ગત ૧૫મી તારીખના રોજ રાત્રીના નવેક વાગ્યાના સુમારે ગયા હતા. જ્યાં અશ્વિનભાઈએ એકદમ ઉશ્કેરાઈ જઈને ગમે તેવી ગાળો બોલીને નજીકમાંથી કાચની બોટલ લઈ આવીને અર્જુનભાઈની બોચીના ભાગે મારી દીધી હતી. જેથી તેઓ લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. જ્યારે પિન્ટુભાઈ જશભાઈ પઢિયારે ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

(5:35 pm IST)