Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના મહિલા આગેવાનો- કાર્યકરોએ વિરોધ પ્રદશિત કર્યુ

પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં ગામે-ગામથી મહિલા આગેવાનો, કાર્યકરો આજના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમમાં જોડાયા

રાજકોટઃ ખેડુતોનાં પ્રશ્ને ગુજરાત વિધાનસભાના ઘેરાવના કાર્યક્રમમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં મહિલા આગેવાનો, કાર્યકર રાજકોટનાં પુર્વ વિપક્ષી નતેા ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં  દેખાવો કર્યા હતા. જેમાં યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ હિરલ રાઠોડ, વોર્ડ નં.૪ વોર્ડ પ્રમુખ રીટાબેન વડેચા, મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ પ્રફુલ્લાબા ચૌહાણ, કચ્છથી કચ્છ મહિલા પ્રમુખ કલ્પનાબેન જોષી તેમની પૂરી ટીમ સાથે મોટી સંખ્યામાં જામનગરના મહિલા પ્રમુખ પૂજાબેન નકુમ તેમની ટીમ સાથે મોટી સંખ્યામાં દ્વારકા જિલ્લા મહિલા પ્રમુખ રમાબેન જેલાભાઇ ધુંછા સહિત ે મોટી સંખ્યામાં કોંગ્રેસનાં  મહિલા આગેવાન, કાર્યકરો જોડાઇ વિરોધ પ્રદશિત કર્યો હતો.

(4:00 pm IST)