Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ચિક્કાર દારૂ પી મહિલા સામે ગંદા ઈશારા કરનાર પીઆઈની ધરપકડ બાદ અંતે અદાલતમાંથી જામીન પર છૂટકારો

ટીવી ચેનલના મહિલા પત્રકારે ૨૦ કિ.મી. સુધી પોલીસ જીપનો પીછો કરેલ : છેડતી અંગે કોઈ ફરીયાદ અપાઈ નથીઃ લીંબડી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા

રાજકોટ, તા. ૧૮ :. તરણેતરના લોકમેળા બંદોબસ્તમાં આવેલ અમદાવાદ સિવીલ ડીફેન્સના પોલીસ ઈન્સ. પોતાના સરકારી વાહનમાં ફુલ ડમ્મર થઈ નિકળ્યા બાદ હાઈવે પર ખાનગી કારમાં નિકળેલી મહિલાઓ સામે ગંદા ઈશારા કરનાર પોલીસ ઈન્સ.ની જીપનો ૨૦ કિ.મી. સુધી પીછો કરી ન્યુઝ ચેનલના પત્રકાર તથા બીજી તરફ લીંબડી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના આદેશથી ચોટીલા પોલીસને પણ એ  વાહનને પકડી પાડવા આપેલી સૂચના મુજબ આણંદપર નજીક ઝડપાયેલા પીઆઈ કનૈયાલાલની લીંબડી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ ધરપકડ કરાવી અદાલતમાં રજુ કરતા અદાલતમાંથી તેઓએ આગોતરા જામીન મેળવી લીધાનું બહાર આવ્યુ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલાની છેડતી અંગે કોઈ ફરીયાદ આપવામાં આવી નથી. નશાખોર પીઆઈની પોલીસ જીપમાં અન્ય કોઈ પીધેલા ન હોવાથી તેમની સામે ગુન્હા દાખલ કરવામાં આવ્યા નથી. આ બાબતે ફરીયાદીને પણ સંતોષ થાય તે રીતે કાર્યવાહી કરવામાં આવી હતી.

(2:09 pm IST)