Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

અમદવાદમાં વકરતો રોગચાળો:ચાલુ માસમાં મેલેરિયાના 500થી વધુ કેસ :તંત્ર કરશે ઘેર ઘેર ચેકીંગ :ફટકારશે દંડ

 

અમદાવાદમાં રોગચાળાએ માથું ઉચક્યું છે વધતા જતા રોગચાળાને ડામવા કોર્પોરેશન હવે લોકોના ઘરમા ચેકીંગ કરશે. જે ઘરમાં મચ્છરોનું બ્રીડીંગ મળી આવશે તેની પાસેથી 50 રુપિયાથી લઇને 200 રુપિયા સુધીનો દંડ વસુલવામા આવશે

 અત્યાર સુધી મોલ મલ્ટીપ્લેક્સ, કંસ્ટ્રકશન સાઇટ કે  શાળા-કોલેજોનું ચેકીંગ કરી દંડ વસુલાતો હતો. પરંતુ હવે રેસીડેન્સને પણ આવરી લેવામા આવશે. શહેરમા મોટા પાયે મચ્છર અને પાણી જન્ય રોગચાળો વકર્યો છે. રોગચાળો વકરતો અટકાવા માટે તંત્ર નીષ્ફળ ગયું હોવાથી હવે શહેરીજનોને દંડવામા આવશે. ચાલુ માસમાં 17 દિવસમાં મલેરિયાના 500થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે

ચાલુ મહિને  અત્યાર સુધી અમદાવાદમાં સાદા મેલેરિયા 602 કેસ,ઝેરી મેલેરીયા 70 કેસ,ચીકન ગુનિયા 3 કેસ,ઝાડા ઉલટી 181 કેસ,કમળો 201 કેસ,ટાઈફોઈડ 195 કેસ,કોલેરા 4 કેસ નોંધાયા છે

(12:49 pm IST)