Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

જિંદાલ નેચરક્યોરમાં 10 દિવસની ટ્રિટમેન્ટ કરાવવા બેંગ્લોર પહોંચ્યો હાર્દિક પટેલ

 

અમદાવાદ :પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ હાલ બેંગ્લોરમાં છે. 19 દિવસના ઉપવાસ બાદ હાર્દિક પટેલનું શરીર નબળું પડી ગયું હતું. જિંદાલ નેચરક્યોરમાં 10 દિવસની ટ્રિટમેન્ટ કરાવવા માટે હાર્દિક પટેલ મંગળવારે સવારે બેંગ્લોર પહોંચી ગયો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન દરમિયાન તબિયત લથડતાં તેને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો.

(12:47 pm IST)