Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ડભોઇ નગરપાલિકામાં ઉપપ્રમુખ પદે અફઝલ કાબાવાલાની બિન હરીફ સર્વાનુમતે નિયુક્તિ

ડભોઇ નગરપાલિકામાં ઉપપ્રમુખ પદે અફઝલ કાબાવાલાની બિન હરીફ સર્વાનુમતે નિયુક્તિ કરાઈ હતી અગાઉ સલીમભાઇ ઘાંચીની નિયુક્તી થઇ હતી.પરંતુ અંગત કારણોસર તેમણે પોતાના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.

 ઉપપ્રમુખ પદ માટેની ખાલી જગ્યા માટે નગરપાલિકા હોલમાં સભા યોજાઇ હતી. જેમાં નાયબ કલેક્ટર હિમાંશુ પરીખના અધ્યક્ષ સ્થાને તેમજ ચીફ ઓફીસર મુકેશભાઇ જોશીની ઉપસ્થિતિમાં ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઇ. જેમાં અફઝલ કાબાવાલાની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ સર્વાનુમતે કરવામાં આવી હતી.

(12:45 pm IST)