Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ગુજરાતમાં ઘણા વર્ષો પછી એવુ બન્‍યુ કે ચોમાસામાં વાવાઝોડુ જ ન આવ્‍યું !

ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટને કામની મોસમ જ ન નીકળીઃ હવે ચોમાસુ લગભગ પુરૂ

રાજકોટ, તા. ૧૮ :. રાજ્‍યમાં ૨૦૧૮ના વર્ષનુ ચોમાસુ લગભગ પુરૂ થઈ ગયુ છે. મોટા ભાગના વિસ્‍તારોમાં અપુરતો વરસાદ થતા ચિંતાના વાદળો ઘેરાવા લાગ્‍યા છે. હવે કોઈ ચમત્‍કાર વગર મેઘરાજાની મહેર શકય નથી. આ વખતે રાજ્‍યનો સરેરાશ વરસાદ ૭૪ ટકા નોંધાયો છે. ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે, આ વખતે ક્‍યાંય નોંધપાત્ર વાવાઝોડુ જ આવ્‍યુ નથી. રાજયના ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તંત્રએ મોટાભાગે ચોમાસુ કામ વગર જ બેસી રહેવુ પડયુ છે.

સામાન્‍ય રીતે દર જુલાઈ-ઓગષ્‍ટમાં ગાજવીજ વરસાદ સાથે વાવાઝોડુ ફુંકાતુ હોય છે. જેના કારણે જાનમાલને ઘણુ નુકશાન થાય છે. વાવાઝોડાના કારણે વરસાદનું સ્‍વરૂપ રૌદ્ર દેખાય છે. આ વખતે ઘણા વર્ષો પછી એવુ બન્‍યુ છે કે, રાજ્‍યમાં ક્‍યાંય ધરખમ પ્રમાણમાં વાવાઝોડુ ફુંકાયુ જ નથી. આબોહવા અને ઋતુ ચક્રમાં ફેરફારને હવામાન શાસ્‍ત્રીઓ રસપૂર્વક નિહાળી રહ્યા છે.

(12:10 pm IST)