Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

સત્ર આરંભઃ વિધાનસભાને ઘેરવા કોંગીનું હલ્લાબોલઃ ઘર્ષણની ઘડી

ખેડૂતોના પ્રશ્ને વિપક્ષ આક્રમકઃ ગાંધીનગરના તમામ પ્રવેશદ્વારો પર કડક પોલીસ ચેકીંગઃ અટકાયતની તૈયારી

ગાંધીનગર તા. ૧૮: આજથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રાંભ થઇ રહ્યો છે. વિપક્ષ કોંગ્રેસે ખેડૂતોના દેવા નાબુદી સહિતના પ્રશને પહેલા સત્‍યાગ્રહ છાવણી પાસે સભા અને ત્‍યારબાદ વિધાનસભાને ઘેરાવ કરવા માટે કૂચ કરવાનો કાર્યક્રમ આપ્‍યો છે.

આંદોલનમાં ભાગ લેવા માટે ગામેગામથી ખેડૂતો આવી રહ્યા છે. પોલીસે પાટનગરના તમામ પ્રવેશદ્વારો પર વાહનોનું કડક ચેકીંગ શરૂ કર્યુ છે. આ લખાય છ.ે ત્‍યારે સવારે ૧૦-૩૦ વાગ્‍યે ખેડૂત આક્રોશ રેલી (સંમેલન)ની શરૂઆત થઇ રહી છે કોંગી નેતાઓ સરકાર પર આકરા પ્રહારો કરી  રહ્યા છે સત્‍યાગ્રહ છાવાણી અને વિધાસભા વિસ્‍તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો છે. કોંગ્રેસી કાર્યકરો આગળ વધવા કોશિષ કરે તો પોલીસે અટકાવવાની તૈયારી રાખી છ.ેભારે સંઘર્ષના ઓછાયાછે માહોલ તંગદિલીભયર્ાો દેખાય છ.ે

ગુજરાત કોંગ્રેસના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્‍યું હતું કે, રાજયમાં ભાજપ સરકારની ખેડુત વિરોધી નીતીના કારણે ખેડુતો આર્થિક પાયમાલીમાં ધકેલાઇ ગયા છે. મોંઘા બિયારણ મોઘું ખાતર મોંઘી વીજળી પછી ખેડુતોને ખેતપેદાશોના પુરતા ભાવ મળતા નથી ખેડુતોના દેવા માફ નહી કરવામાં આવે તેમજ ખેડુતોની માંગણીઓ જેવી કે દરરોજ ૧૬ કલાક વીજળીખેત પેદાશોના પોષણક્ષમ ભાવ, પાક વીમાની ચુકવણી સહિતના પ્રશ્નોનું નિરાકરણ નહી કરનાર ભાજપ સરકારની ખેડુતો વિરોધી નીતી સામેખેડુત આકોશ રેલી સત્‍યાગ્રહ છાવણી સેકટર-૬, ગંધીનગર ખાતે કાર્યક્રમ યોજેલ છ.ે

કેન્‍દ્રની ડો.મનમોહનસિંહના વડાપ્રધાન પદે અને યુપીએ ચેર પર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્‍વમાં દેશના ખેડુતોના હિતમાં ૭૧,૦૦૦ કરોડના દેવામાફીનો ઐતિહાસિક નિર્ણય કરીને અમલ કરવામાં આવ્‍યો હતો જે રીતે પંજાબ તેમજ કર્ણાટકની કોંગ્રેસની સરકારોએ ખેડુતોના દેવા માફ કરી જગતના તાતનું ઋણ ચુકવ્‍યું છે તેવી જ રીતે ગુજરાત સરકાર પણ ગુજરાતના ખેડુતોનું સંપૂર્ણ દેવું માફ કરી ખેડુતો સાથે ન્‍યાય કરે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાજયની ભાજપ સરકારની વિશેષતા ખેડુત વિરોધી અને પ્રજા વિરોધી નીતી અને સરમુખત્‍યાર શાહી વલણને લીધે રાજયના ખેડુતો સહિત સમગ્ર પ્રજા ત્રસ્‍ત બનેલી છે ખેડુતો પાકવીમા, વીજળી ખેતપેદાશોના અપુરતા ભાવ સહિત અનેક વિધ સમસ્‍યાઓથી ઘેરાયેલા છે ત્‍યારે રાજય સરકારે સત્‍વરે ખેડુતોના દેવા માફીનો, નિર્ણય લેવાની જરૂર છે. બીજી બાજુ સરારના પ્રજા વિરોધી નિર્ણયો સામે વિરોધ વ્‍યકત કરવાની પ્રજાની મૂળભૂત સ્‍વતંત્રતા ઉપર પણ કાપ મુકવામાં આવ્‍યો છ.ે

(11:05 am IST)