Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ક્ષિતીજ પોલીલાઈન SME આઈપીઓ દ્વારા એન્ટ્રી કરશે

દેશનું સ્ટેશનરી માર્કેટ ૨૦ હજાર કરોડનું છેઃ ભરણું ૨૧ સપ્ટેમ્બરના દિવસે ખૂલશે અને ૨૭ સપ્ટેમ્બરે બંધ થશે : ૨૫ લાખ શેરનું ભરણુ લઇને બજારમાં આવશે

અમદાવાદ,તા.૧૭: દેશમાં ઓવરઓલ જીડીપી હાલ સાત ટકા જેટલો છે અને ભવિષ્યમાં તે ૭.૭ ટકાથી વધુ ઉપર જવાની સંભાવના છે ત્યારે દેશના ૨૦ હજારના કરોડના સ્ટેશરી ઇન્ડસ્ટ્રીઝ પણ ૧૫ ટકાથી વધુના ગ્રોથ રેટ સાથે હરણફાળ ભરશે. સ્ટેશનરી ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ રેટ જોતાં અને તેમાં ભાવિ ઉજળી તકો જોતાં સ્ટેશનરી પ્રોડક્ટસના ઉત્પાદન, માર્કેટીંગ અને ર્સોસિંગ બિઝનેસ સાથે સંકળાયેલી દેશની જાણીતી કંપની ક્ષિતીજ પોલીલાઈન લિમિટેડ રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા અને રૂ.૩૫ની ફિક્સ કિંમત ધરાવતા ૨૫ લાખ શેરનું ભરણું (આઇપીઓ) લઈને મૂડી બજારમાં આવી રહી છે. મુંબઈ સ્થિત આ કંપની કુલ રૂ.૮.૭૫ કરોડ ઉભા કરવા માંગે છે અને તેનો ઉપયોગ તેની ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટે તથા નવી મશીનરી અને ઉપકરણો ખરીદીને પ્રોડક્ટસ રેંજ વધારવા માટે કરશે એમ અત્રે ક્ષિતીજ પોલીલાઇન લિ.ના સીએમડી ભરત ગાલાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંપનીનું આ ભરણું (આઇપીઓ) તા.૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ ખૂલી રહ્યું છે અને તા.૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ બંધ થશે. આ આઈપીઓની એનએસઈ ઈમર્જ પ્લેટફોર્મ પર નોંધણી કરવામાં આવશે. ઓછામાં ઓછા ૪૦૦૦ શેરના લોટની અરજી થઈ શકશે. હાઈ નેટવર્થ ઈન્ડીવિડ્યુઅલ્સ માટે બીડ લોટ ૮૦૦૦ શેર તથા ૪૦૦૦ શેરના ગુણાંકમાં રાખવામાં આવ્યો છે. કંપનીના વર્તમાન બિઝનેસ અંગે પ્રતિભાવ આપતાં ક્ષિતીજ પોલીલાઈન લિ.ના સીએમડી, ભરત ગાલાએ વધુમાં ઉમેર્યું કે, ૨૦૦૮માં શરૂઆત થઈ ત્યારથી અમે સફળતાપૂર્વક ૧૨૫ પ્રોડક્ટસ વિકસાવીને બજારમાં મૂકી છે. આ પ્રોડક્ટ રેન્જમાં ફાઈલ, ફોલ્ડર અને ડાયરી, ક્લાસીક, એલસી અને ક્ષિતીજના બ્રાન્ડ નેમ હેઠળ મૂકવામાં આવી છે. અમે બીટુસી અને બીટુબી મોડલ હેઠળ કામગીરી કરીએ છીએ, જેમાં અમે બીટુસી હેઠળ અમે ડાયરીઓ, કેલેન્ડર્સ, ફાઈલ્સ, ફોલ્ડર્સની સાથે સાથે પુસ્તકોના બાઈન્ડીંગ, પંચીંગ અને સ્ટીચીંગના ઉપકરણો તથા બીટુબી હેઠળ અમે પીપી શીટ્સ, લેમિનેટેડ શીટસ અને વાયરો ઉદ્યોગને પૂરાં પાડી રહ્યા છીએ. આ ઉપરાંત અમે ક્ષિતીજ બ્રાન્ડ નેમ હેઠળ પ્રદર્શન અને સમારંભો માટે પણ પ્રોડક્ટસ સપ્લાય કરીએ છીએ. ભવિષ્યના આયોજનો અંગે વાત કરતાં ભરત ગાલાએ જણાવ્યું કે , ભવિષ્યમાં અમે સિલવાસા ખાતેની હાલની ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ કરવાનું તથા થ્રીડી પ્રિન્ટર્સનો ઉપયોગ કરીને પીપી શીટ્સની નવી પ્રોડક્ટ લાઈન રજૂ કરવા માંગીએ છીએ અને ઈકોફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરીને ઈકોનોમિકલ બોક્સ ફાઈલ રજૂ કરવા માંગીએ છીએ. પ્રોડક્ટસની આ નવી રેન્જ દ્વારા અમારા દુબઈ અને હોંગકોંગમાં ડિસ્ટ્રીબ્યુશન ચેનલ સ્થાપવાના આયોજનોને ગતિ મળશે. અમે મેટલ ફાઈલ ક્લીપ્સ બનાવીશું, જેના ૯૯ ટકા જેટલા હિસ્સાની હાલમાં આયાત કરવી પડે છે. અમે ઔદ્યોગિક અને રિટેઈલ ક્લાયન્ટસ બંને પ્રકારના ગ્રાહકો માટે અમારૃં પોતાનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ સ્થાપવાની પ્રક્રિયા હાથ ધરી છે. કંપનીની ભરણાં પછીની પેઈડ-અપ ઈક્વિટી શેર કેપિટલમાં પ્રમોટર્સ અને ગ્રુપનો હિસ્સો ૬૨.૭૬ ટકા જેટલો રહેશે. અમદાવાદ સ્થિત મર્ચન્ટ બેંકર મોનાર્ક નેટવર્ક કેપિટલ લિમિટેડ એ પબ્લિક ઈસ્યુના લીડ મેનેજર છે અને કાર્વી કોમ્પ્યુટર શેર પ્રાઈવેટ લિમિટેડ રજીસ્ટ્રાર છે.

(10:23 pm IST)