Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

અમદાવાદમાં નવનિર્માણ પામેલ ૩૨ ઓપરેશન થિયેટર સાથેની વી.અેસ. હોસ્‍પિટલમાં હેલીપેડની પણ સુવિધાઃ વિજયભાઇ રૂપાણીઅે નિરીક્ષણ કર્યુંઃ જાન્‍યુઆરીમાં મોદીના હસ્‍તે ઉદઘાટન

અમદાવાદ- વી.એસ. હોસ્પિટલની પાછળ બનાવવામાં આવેલા ભવ્ય સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરને તમે આશ્રમ રોડ અને રિવરફ્રંટ રોડ પરથી જોઈ શકો છો.

1.49 લાખ સ્ક્વેર મીટર વિસ્તારમાં બનેલી આ 17 માળની બિલ્ડિંગમાં 1500 દર્દીઓને દાખલ કરી શકાય તેટલી જગ્યા છે. ઉલ્લેખનીય છે કે બિલ્ડિંગના 18મા માળ પર હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યુ છે જેથી ઈમર્જન્સીની સ્થિતિમાં દર્દીને મદદ મળી રહે.

રવિવારના રોજ મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત અન્ય મંત્રીઓ, ધારાસભ્યો અને AMCના અધિકારીઓએ નવી હોસ્પિટલના કામકાજનું નિરિક્ષણ કર્યુ હતુ. વિજય રુપાણીએ જણાવ્યું કે, આ હોસ્પિટલનું ઉદ્ઘાટન જાન્યુઆરી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.

AMCના અધિકારીઓએ જણાવ્યું કે, કોમ્પ્લેક્સમાં 139 ICU બેડ્સ હશે, 32 ઓપરેશન થિએટર્સ હશે અને દરેક મુખ્ય વૉર્ડની સુવિધા અહીં હશે.

(6:08 pm IST)