Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રાજપીપળાની શ્રી નવદુર્ગા શાળામાં જન્માષ્ટમીની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :શ્રી નવદુર્ગા શાળામાં જન્માષ્ટમીની ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહભેર કરવામાં આવી જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ અને રાધાને લગતા અનેક ગીત પર વિવિધ ડાન્સ દ્વારા રજૂઆત કરવામાં આવી વર્ષોની પરંપરા મુજબ કૃષ્ણ જન્મ માટેની ઝૂપડીનું ખૂબ મહત્વ હોય જે હાલમાં મોટાભાગે લુપ્ત થઈ રહેલી જણાઈ છે ત્યારે આ બાબતે બાળકોને જાણકારી મળે તે મુદ્દે શાળા પરિસરમાં ઝૂંપડીનું પણ આયોજન કરવામાં આવ્યું ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય મહા આરતી કરવામાં આવી.  પારંપરિક સંસ્કૃતિને ધ્યાનમાં લઇ વિશાળ મટકી ફોડવાનું સુંદરુ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે આપણા ગુજરાતની ભવ્ય શાન એવા ગરબામાં શાળાના શૈક્ષણિક સ્ટાફ બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લઈ શ્રી નવદુર્ગા શાળા પરિસરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

(11:07 pm IST)