Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

આવતીકાલે વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં જન્માષ્ટમી પર્વની શ્રદ્ધાભેર ઊજવણી કરવામાં આવશે

જન્માષ્ટમીના પર્વ પર ભક્તોમાં અનેરો ઉત્સાહ : નાના-મોટા મંદિરોને શણગારવામાં આવ્યા : વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :  આવતીકાલ શુક્રવારે વિરમગામ શહેર સહિત જિલ્લાભરમાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ભવ્ય  ઉજવણી કરવામાં આવશે. પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુ ધર્મના વિવિધ તહેવારોમાં સૌથી વિશેષ મહત્ત્વ ધરાવતા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે શુક્રવારે લોકો કૃષ્ણમય બની જશે. વિરમગામ શહેરમાં ઐતિહાસિક  રામ મહેલ મંદિર, કૃષ્ણ મંદિર, સ્વામિનારાયણ મંદિર સહિતના વિવિધ મંદિરમાં હર્ષોલ્લાસ સાથે માખણચોરના જય જય કાર સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય  ઉજવણી કરવામાં આવશે.

 રાત્રે બાર વાગ્યે બાલગોપાલના જન્મ નિમિત્તે નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયા લાલકી,  હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના ગગનભેદી નાદથો ગુંજી ઉઠશે અને ભક્તો બાલગોપાલને પારણે ઝુલાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટમીના પર્વ પર ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના-મોટા મંદિરોને શણગારવામાં આવ્યા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વિરમગામમાં અનેક સ્થાનો પર જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

(7:29 pm IST)