Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

વિરમગામની ત્રિપદા પ્રાથમિક શાળા દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી : મટકી ફોડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી..હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી..ના ગગન ભેગી નારાઓથી પ્રાંગણ ગુંજી ઉઠ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : શ્રી ત્રિપદા એજ્યુકેશન ટ્રસ્ટ વિરમગામ સંચાલિત ત્રિપદા પ્રાથમિક શાળા દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુવારે જૈન વાડી ખાતે ત્રિપદા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલા કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અનેક વિદ્યાર્થીઓ કનૈયા અને રાધાની વેશભૂષામાં જોવા મળ્યા હતા. ગોપુરમ દ્વારા મટકી ફોડ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી.... હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી.... ના ગગન ભેગી નારાઓથી પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા મેનેજમેન્ટ આચાર્ય, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓમાં અનેક સુષુપ્ત શક્તિઓ રહેલી હોય છે જેને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી શાળાઓ દ્વારા આવા સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.

(7:26 pm IST)