Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

વડોદરાના લાલબાગ વિસ્તારમાં રસ્તા પર પડેલ ખાડામાં પટકાતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત

વડોદરા: લાલબાગ બ્રિજ પાસે રોડ પર પડેલા ખાડામાં સ્કૂટર લઇને જતો યુવક પડતા તેને માથા,છાતી, અને  જમણા  પગે ગંભીર ઇજા થઇ હતી.તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે.

અકોટા વેરાઇ માતાના મંદિર  પાસે રહેતો કરણસિંહ ડુંગરસિંહ રાઠોડ (ઉ.વ.૪૫) કુરિયર કંપનીમાં નોકરી કરે છે.ગઇકાલે રાતે મુંબઇ પાર્સલ લઇને જતી જીપના ડ્રાઇવરને રસ્તો બતાવવા માટે તે સ્કૂટર લઇને નીકળ્યો હતો.કરણ આગળ સ્કૂટર ચલાવતો હતો.લાલબાગ બ્રિજ ઉતરીને શ્રેયસ સ્કૂલ  તરફ જતા સમયે રોડ પર પડેલા ખાડામાં તે પડતા રોડ  પર ફંગોળાયો હતો.કરણને માથા,છાતી, અને જમણા  પગે ઇજા થઇ હતી.જીપ ડ્રાઇવરે આ અંગે કુરિયર કંપનીના સંચાલક મોહનસીંગને જાણ કરતા તેઓ  પણ સ્થળ પર પહોંચી ગયા હતા.અને ઇજાગ્રસ્ત કરણસિહને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

(4:28 pm IST)