Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

વડોદરાના વાડી વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: ,વાડી વિસ્તારમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપીને છોટાઉદેપુરનો યુવક ભગાડી  ગયો હતો.જે અંગે વાડી  પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

વાડી વિસ્તારમાં રહેતી કિશોરી તેના પરિવાર સાથે સૂઇ ગયા  પછી સવારે મળી આવી નહતી.પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી.પરંતુ,તે મળી આવી નહતી.સગીરાને માતા સાથે ઘરકામ બાબતે છેલ્લા ત્રણ ચાર મહિનાથી તકરાર ચાલતી હતી. જેથી, પરિવારજનોને એવું હતુ કે, આ તકરારના કારણે તે ઘર છોડીને જતી રહી છે.પરંતુ,તેમની પુત્રીના અક્ષય નામના યુવાન સાથેના ફોટા સોશિયલ મીડિયા પર જોતા પરિવારે અક્ષયના ઘરે તપાસ કરી હતી.પરંતુ,અક્ષય ઘરે મળી આવ્યો નહતો.અક્ષય પણ તે જ દિવસથી ગાયબ હતો.જે દિવસથી કિશોરી ઘરેથી જતી રહી હતી.જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

(4:27 pm IST)