Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ખેડા તાલુકાના નાયકા ગામે સમન્સની બજવણી કરવા ગયેલ પોલીસ કર્મીઓ પર બે ભાઈઓએ હુમલો કરતા ગુનો દાખલ

નડિયાદ : ખેડા તાલુકાના નાયકા ગામે બે પોલીસ કર્મીઓ સમન્સની બજવણી કરવા ગયા હતા. તે વખતે દૂધની ડેરી સામે બંધ દુકાનના ઓટલા પર જુગાર રમતા છ એક ઈસમો પોલીસને જોઈને નાસવા લાગ્યા હતા. આ વખતે પોલીસે એક ઇસમને ઝડપી પાડતા તેણે છટકવા પોલીસ સાથે ઝપાઝપી કરી તથા તેનો અન્ય સાગરીત લાકડાંનો ડંડો લઈ આવી પોલીસના માથામાં પાછળના ભાગે ફટકો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ સંદર્ભે ખેડા શહેર પોલીસે બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા અ. પો. કો. રવિ કનુભાઈ- ગોબલજ ઓ.પી. વિસ્તારમાં સમન્સ વોરંટ ની બજવણી માટે પ્રાઇવેટ ગાડી લઈને નીકળ્યા હતા. 

તેઓ ગોબલેટ થઈ બારેજા રુદ્રાક્ષ હોસ્પિટલમાં સારવાર સર્ટી મેળવવા યાદી આપી નવાગામ વોરંટની બજવણી કરવા ગયા હતા. પરંતુ વોરંટ વાળો ઈસમ નહીં મળતા તેઓ નાયકા અમૃતભાઈ રાઠોડનું સમન્સ હોય નાયકા ગયા હતા. આ વખતે નાયકા દૂધની ડેરી સામે આવેલ બંધ દુકાનના ઓટલા પર છ એક ઇસમો જુગાર રમતા હોય પોલીસે ગાડી ઉભી રાખતા નાસભાગ મચી જવા પામી હતી. જે દરમિયાન પોલીસે બાધાભાઈ ઉર્ફે પૃથ્વીરાજસિંહ ભીખાભાઈ પરમાર ને ઝડપી પાડયો હતો.

(4:26 pm IST)