Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા નરેન્‍દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહ જાહેરસભાઓ ગજવશે

જે.પી. નડ્ડા, બી.એલ. સંતોષજી સહિતના ધુરંધરોના રોડ શો-રેલીઓનું આયોજન

અમદાવાદઃ ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઇ રાજ્‍યમાં તમામ પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. પી.એમ. નરેન્‍દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ અનેક સભાઓ-રેલીઓને સંબોધશે અને રોડ શો કરશે. રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડ્ડા તથા મહાસચિવ બી.એલ. સંતોષજી ગુજરાતની મુલાકાતે આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઈ છે. ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે  પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અનેક સભાઓ, રેલીઓ અને રોડ શો કરશે.

આગામી દિવસોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત આવશે. રાષ્ટ્રીય મહાસચિવ બી. એલ. સંતોષજી પણ ગુજરાત આવશે અને ચૂંટણીની રણનીતિને આખરી ઓપ આપવામાં આવશે. આદિવાસી વિસ્તારમાં આ વખતે ભાજપનું ફોકસ રહેશે. વિવિધ સમાજના અનેક લોકો ભાજપમાં જોડાશે.

આગામી દિવસોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તથા રાષ્ટ્રીય મહા સચિવ બી એલ સંતોષજી ગુજરાતની મુલાકાત આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની વ્યુહ રચના સંદર્ભે જીણવટ ભર્યા મુદ્દાઓ પર ઊંડાણ પૂર્વક ચર્ચા કરશે અને ચૂંટણીની રણનીતિને આખરી ઓપ આપશે. વિવિધ સમાજના અને ઘણા લોકપ્રિય નેતાઓ આગામી સમયમાં ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે, ત્યારે નબળી પેજ સમિતિવાળા જિલ્લામાં પ્રમુખ, મહામંત્રી સાથે પ્રદેશ પ્રમુખની બેઠકો પણ થઈ રહી છે.

ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે નબળી પેજ સમિતિ ધરાવતા પ્રભારી, પેજ સમિતિના પ્રમુખનો ઉધડો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. ચૂંટણીને હવે થોડાક સમય બાકી રહ્યો છે, ત્યારે નબળી અને અધૂરી પેજ સમિતિને પૂર્ણ કરવા આદેશ અપાયા છે. પ્રદેશ ભાજપની મિડીયા ટીમનાં ભાજપ અધ્યક્ષે ક્લાસ લીધાં છે. એટલું જ નહીં, ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ડીબેટ ટીમનાં સભ્યોના પણ ક્લાસ લીધા છે. જેમાં પક્ષ દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ ડીબેટમાં ચર્ચા કરવાં સૂચનો આપવામાં આવ્યો છે. સરકારી યોજનાઓ વિશે ડિબેટમાં વધુને વધુ ચર્ચાઓ કરવા સૂચના આપવામાં આવી છે.

સીઆર પાટિલે કેટલાક સિનિયર પ્રવક્તાઓને ડિબેટમાં જતા નથી તેમને પણ ખખડાવ્યા હોવાની વાત સામે આવી છે. કેટલાક પ્રવક્તાઓ ડીબેટમાં મન ફાવે તેમ વાતો કરતા હોય છે તેમને પણ ખખડાવ્યા છે. તમામ પ્રવક્તાઓને કેટલી ડિબેટ કરો છો તેની યાદી બનાવવા ખાસ આદેશ આપ્યો છે. ડિબેટમાં વિપક્ષ પર આક્ષેપ કરતી વખતે પણ ધ્યાન રાખવા સૂચન આપ્યું છે.

(4:18 pm IST)