Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ઉના મધ્યેથી પસાર થતો અતિ બિસ્માર હાઇવેનું રીપેરીંગ ૧૦ દિવસમાં કરાય નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી

હાઇવેની મરામતના પ્રશ્ને લોકોની સહનશકિતની હવે મર્યાદા આવી ગઇ... : અતિ બિસ્માર હાઇવેની મરામત કરવા વિવિધ બિનરાજકીય સંસ્થાઓના આગેવાનો દ્વારા પ્રાંત કચેરીને આવેદનપત્ર

(નવીન જોષી દ્વાર) ઉના તા.૧૮ : શહેરમાં પસાર થતો નેશનલ હાઇવે અતિ બિસ્માર હોય બિનરાજકીય ૧૩ વિવિધ સંગઠનો દ્વારા ૧૦ દિવસમાં સિમેન્ટ કોક્રિટનો રોડ બનાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

શહેરમાં પસાર થતો ર કિ.મી.વધુનો નેશનલ હાઇવે રોડ વરસાદને કારણે મોટા ૪ ફુટ પહોળા ર ફુટ ઉંડા ઠેક ઠેકાણે ખાડાપડી ગયા છે. વેરાવળ રોડ સરકારી હોસ્પીટલ, ગોહર ચોક, ટાવરચોક, શાક માર્કેટ પોલીસ સ્ટેશન સામે, જાહેર બાગ, ત્રિકોણબાગ, બસ સ્ટેશન વડલીચોક, મછુન્દ્રીનદીનો પુલ રોકડીયા હનુમાન સુધીનો ખરાબ છેલ્લા ૩ મહિનાથી છે. વાહન ચાલકો, ચાલીને જતા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે.

નકકર કામગીરી ન કરાતા અકસ્માતોના બનાવો વધ્યા છે તંત્ર દ્વારા નકકર કામગીરીના કરાતા ઉનાનુ બીનરાજકીય સંગઠનો, હિનદુ યુવા સંગઠન, મોટાડેસરગ્રામ પંચાયત, પ્રેસ કલબ ઓફઉનાશ્રી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ (યુવા) ઉના, ઉના ગ્રેઇન મરચન્ટ એસોસીએશન અર્જુન ગ્રુપ ઉના, પ્રેસ યુનીયન ઉના, મધુવનગ્રુપ ઉના,  આગેવાન  રસીક ચાવડા, યુવા કોળી સંગઠન  ટીમ ગબ્બર ગુજરાતની આગેવાની હેઠળ વકિલ રામજીભાઇ પરમાર, ભવ્યભાઇ પોપટ, ઉના ગીરગઢડા, તાલુકા સ્કુલ મેનેજમેનટ એસોસીએશન ત્થાઅબ્બાસભાઇ સુમરાણી, જયેશભાઇ ગોધીયા, ૧૩ થી વધુ સંગઠનોએ જીલ્લા કલેકટરને સંબોધી ૧૬ થી વધુ આવેદન પત્ર સુતાચારો કરતા પ્રાંત કચેરીએ જઇ આવેદન પત્ર આપી ૧૦ દિવસમાં શહેરમાં પસાર થતો રોડનું કામ સી.સી. રોડ ચાલુ કરવું અને નહી કાય તો ઉગ્ર આંદોલન કરવા ચીમકી આપી છે.

હવે પ્રજાની સહન કરવાની મર્યાદા પુરી થઇ ગઇ છે. આ આવેદનપત્ર આપવા ચીંતનભાઇ ગઢીયા, આરતીબેન ઓઝા, અલ્પેશ બાંભણીયા, નવીનભાઇ જોશી સહીત મોટી સંખ્યામાં ઉનાના આગેવાનો જોડાઇ રોષ વ્યકત કર્યો હતો.(

(1:05 pm IST)