Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ઉત્તર ગુજરાત પંથકના બનાસકાંઠામાં અનરાધાર ૮ ઇંચ દક્ષિણ ગુજરાત અને કચ્‍છ પંથકમાં ૩ ઇંચ વરસાદ

રાજ્‍ય ના અનેક વિસ્‍તારો માં મેઘરાજા નો કહેર : પૂર્વ અને મધ્‍ય ગુજરાત માં ઝરમર ઝાપટા : આગામી ૪૮ કલાક માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી : ઉકાઈ ડેમ ની જળસપાટી સતત વધી ને ૩૩૫.૬૧ ફૂટ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા -વાપી): પવિત્ર શ્રાવણ માસમાં મેઘરાજા સરવડાને બદલે સાંબેલાધાર વરસી રહ્યા છે મેઘરાજા રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે પૂરની સ્‍તિથી સર્જાઈ છે. પૂરની સ્‍તિથી સર્જાતા ભારે હાલાકી ઉભી થવા પામી છે.
   નર્મદાનું જળ સ્‍તર વધતા જેની સીધી અસર ભરૂચના ગોલ્‍ડન બ્રિજને થવા પામી છે અહીં પણ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે વહીવટી તંત્રએ નીચાણ વાળા વિસ્‍તારોમાંથી વ્‍યક્‍તિઓના સ્‍થળાંત્તરની ફરજ પડી છે જયારે સુરતમાં તો ખાદી પૂરને પગલે તંત્ર દોડતું થયું છે જયારે પ્રજજાનો હાલાકી ભોગવી રહ્યા છે.
 ઉપરવાસના પાણી ની આવકને પગલે ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાય રહ્યો છે રુલ લેવલ અનુસાર સપાટી જાળવી રાખવા અહીં થી સતત પાણી છોડાય રહ્યું છે અને જેને પગલે તાપી બે કાંઠે વહેતા કોઝવે ઉપર પણ સતત પાણી ફરી વળેલા જ હોઈ છે.
  આજે સવારે ૮ કલાકે ઉકાઈ ડેમ ની જળસપાટી સતત વધીને ૩૩૫.૬૧ ફૂટે પેહોંચેં છે ડેમમાં ૧,૫૭,૦૮૧ કયુસેક પાણીના ઇનફ્‌લો સામે ૧,૨૫,૨૯૮ કયુસેક પાણી છોડાય રહ્યું છે જયારે સવારે ૮ કલાકે કોઝવે ની જળસપાટી સહેજ ઘટીને ૮.૫૪ મીટરે પોહોંચી છે અને અહીં થી ૧,૬૮,૮૧૬ કયુસેક પાણી વહી રહ્યું છે  . ફ્‌લડકંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક માં રાજ્‍ય ના વિવિધ વિસ્‍તારોમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો..
   દાંતીવાડા ૧૯૧ મિમિ, પાલંપુર ૧૩૧ મિમિ,ડીસા ૯૩ મિમિ,સુઈગામ ૯૨ મિમિ, ઉમરપાડા ૭૮ મિમિ,લખપત ૭૭ મિમિ, વલસાડ ૭૫ મિમિ, ઓલપાડ ૭૧ મિમિ, હમીરગઢ ૬૬ મિમિ, સિદ્ધપુર ૬૬ મિમિ, ખેરગામ ૬૩ મિમિ, રાપર ૬૧ મિમિ,અબડાસા ૫૬ મિમિ,પલસાણા ૫૫ મિમિ, પોસીના ૫૩ મિમિ અને સરસ્‍વતી ૫૦ મિમિ વરસાદ નોંધાયો છે.
   આ ઉપરાંત ચીખલી અને વડગામ ૪૯ મિમિ,બારડોલી અને ડેડીયાપાડા ૪૭ મિમિ,ખેરાલુ ૪૬ મિમિ,ધરમપુર અને શંખેશ્વર ૪૫-૪૫ મિમિ,પારડી  ૪૪ મિમિ,ઉમરગામ ૪૩ મિમિ,કપરાડા, નખત્રાણા અને વાલોડ, વ્‍યારા, થરાદ અને વાવ ૪૨-૪૨  મિમિ, તથા કાંકરેજ ૪૦ મિમિ વરસાદ નોંધાયો છે .
 જયારે વાપી ૩૯ મિમિ, પાટણ ૩૮ મિમિ, સાંતલપુર, ઊંઝા અને લાખાની ૩૭ મિમિ,નવસારી અને રાધનપુર ૩૬ મિમિ, અંકલેશ્વર, વાંસદા અને સામી ૩૫-૩૫ મિમિ, દાંત અને ખેડબ્રહ્મા ૩૪ -૩૪ મિમિ, બેચરાજી ૩૧ મિમિ, હાંસોટ, ચોર્યાસી અને મહુવા ૩૦-૩૦ મિમિ, ભાભર ૨૯ મિમિ, નેત્રંગ ૨૮ મિમિ, પેટલાદ, સુરત સીટી, માંગરોળ , જોટાણા અને ધાનેરા ૨૭-૨૭ મિમિ,તેમજ જાંબુઘોડા ૨૫ મિમિ  વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્‍યના ૧૪૧ તાલુકાઓ માં ૧ મિમિ થી લઇ ૨૪ મિમિ સુધીનો વરસાદ નોંધાયો છે . આ લખાય રહ્યું છે ત્‍યારે કે એટલે કે સવારે ૧૦ કલાકે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં વરસાદ પડી રહ્યો છે તો કયાંક ઝરમર ઝાપટા વચ્‍ચે મેઘરાજાએ ડોળ કર્યો છે. (૯.૩)

 

(11:50 am IST)