Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

અદાણી ગેસે સીએનજીના ભાવમાં ઘટાડો જાહેર કર્ર્યો

ભાવમાં ૩.૪૮ રૂપિયાનો ઘટાડોઃ નવો ભાવ ૮૩.૯૦

અમદાવાદ, તા.૧૮: પેટ્રોલ-ડીઝલ બાદ સીએનજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા હતા. છેલ્લા થોડા સમયથી સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ અમુક રાજ્‍યોમાં સીએનજીના ભાવમાં ઘટાડો થયો હતો. ગુજરાતની વાત કરવામાં આવે તો અદાણી ગેસ તરફથી સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્‍યો છે. અદાણી ગેસ તરફથી ભાવમાં પ્રતિ કિલોગ્રામ ૩.૪૮ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્‍યો છે.

અમદાવાદ શહેરમાં એક કિલોગ્રામ ગેસનો ભાવ ૮૭.૩૮ રૂપિયા હતો. અદાણી ગેસ ભાવમાં ઘટાડો કર્યા બાદ નવો ભાવ ૮૩.૯૦ રૂપિયા થયો છે. એટલે કે ભાવમાં ૩.૪૮ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્‍યો છે.

શહેર        જૂનો ભાવ      નવો ભાવ

અમદાવાદ  ૮૭.૩૮ ૮૩.૯

પોરબંદર    ૮૯.૮૯ -

ખેડા                 ૮૬.૯  -

સુરેન્‍દ્રનગર  ૮૬.૯  -

નવસારી     ૮૬.૯  -

વડોદરા    ૮૫.૮૫ -

મુંબઈની મહાનગર ગેસ લિમિટેડ કંપનીએ મોંઘવારીથી પીડાતા લોકોને રાહત આપતો નિર્ણય કર્યો છે. કંપની તરફથી સીએનજીના ભાવમાં એક સાથે છ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્‍યો છે.

સીએનજીના ભાવમાં એક જ વર્ષમાં તોતિંગ વધારો થયો છે. એક અંદાજ પ્રમાણે વર્ષ પહેલા એક કિલોગ્રામ સીએનજીની કિંમત ૫૬ રૂપિયા હતી. હાલ ભાવ વધીને ૮૬ રૂપિયા સુધી પહોંચી ગયો છે. અમુક જગ્‍યાએ કિંમત ૮૬ રૂપિયાથી પણ વધી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં સીએનજીથી ચાલતા વાહનો પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે.

બીજી તરફ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારા બાદ લોકો સીએનજી વાહન તરફ વળ્‍યા હતા. કાર ઉત્‍પાદક કંપનીઓએ પણ સીએનજી વેરિઅન્‍ટ્‍સ લોંચ કર્યા છે. જોકે, સીએનજીના ભાવમાં પણ વધારે થતાં સીએનજી ફિટેડ વાહનો લેનાર ગ્રાહકોએ વધારો ફાયદો થયો નથી.

(11:00 am IST)