Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

પાલનપુરમાં નેશનલ હાઈવે પર ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા

ધાનેરા, અમિરગઢ, ડીસા અને દાંતીવાડામાં પણ વરસાદના કારણે પાણી ભરાઇ ગયા: દિયોદરમાં ભારે વરસાદને કારણે સોની ગામને જોડતા બે રોડ બંધ

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં પાલનપુરમાં નેશનલ હાઈવે પર ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા. ભિલડી અને દિયોદરમાં તો જાણે રસ્તા પર જ નદી વહેવા લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તો ધાનેરા, અમિરગઢ, ડીસા અને દાંતીવાડામાં પણ વરસાદના કારણે પાણી ભરાઇ ગયા હતા. બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદને કારણે સોની ગામને જોડતા બે રોડ બંધ થયા. તો ડીસા-થરાદ ફોર લાઈન હાઈવે પર પાણી ભરાઇ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અંબાજીમાં પણ બજારોમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

(1:02 am IST)