Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

સાબરમતીમાં 75 હજાર ક્યુસેક પાણી છોડાયું : વાસણા બેરેજના 7 દરવાજા ખોલાયા : રિવરફ્રન્ટ વોક વે પર અવરજવર બંધ

વાસણા બેરેજમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું : હાલમાં વાસણા બેરેજનું લેવલ 129 મીટર

અમદાવાદમાં નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખીને AMC એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાબરમતી નદીનું જળસ્તર વધતા આજે રાત્રે 9 વાગ્યાથી રિવરફ્રન્ટ વૉક વે બંધ કરવામાં આવ્યો છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં અંદાજિત 60 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. નદીનું જળસ્તર ઉતરે નહી ત્યાં સુધી રિવરફ્રન્ટ વોક વે બંધ રહેશે. જો કે ઉપરના વોક વેની મુલાકાત લઇ શકાશે. ધરોઈ ડેમમાંથી અંદાજિત 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેના કારણે સાબરમતી નદીમાં પાણી પહોંચશે. પાણી રિવરફ્રન્ટના લોવર વોક વે સુધી પહોંચવાની સંભાવના હોવાથી આ નિર્ણય લેવાયો છે. નદીમાં પાણીની સપાટી 128 ફૂટ કરવામાં આવી છે. ધરોઇ ડેમનું પાણી અમદાવાદ પહોંચે તે પહેલા જ નદી ખાલી કરાવામાં આવી.

(12:23 am IST)