Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

મોટીભમરી ગામની દુકાનનાં સંચાલકને રાજકીય સ્ટંટ થી બદનામ કરનારાઓ સામે કાર્યવાહી કરવા આવેદન અપાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના મોટી ભમરી ગામના સરપંચ અને પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ધરાવનાર વ્યક્તિને રાજકીય સ્ટંટ વાપરી બદનામ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
આવેદન આપનાર ગ્રામજનોના જણાવ્યા મુજબ મોટી ભમરી ખાતે વસાવા રસિકભાઈ દિપસિંગ સંચાલિત પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન છે આ દુકાન તેઓ ૨૦૦૫ નાં વર્ષથી ચલાવે છે અને જ્યારથી આ દુકાન તેઓ ચલાવે છે ત્યારથી તમામ રેશનકાર્ડ ધારકોને નિયમિત સમય મર્યાદામાં સરકારના ધારા ધોરણ મુજબ અનાજ, ખાંડ, તેલ, કેરોસીન, મીઠું, વિગેરે નિયમિત વિતરણ કરે છે, ક્યારે પણ કોઈ રેશનકાર્ડ ધારકને ઓછો જથ્થો આપતા નથી પરંતુ તાજેતરમાં પલસી ગામના અમુક રેશનકાર્ડ ધારકો કે જેઓ રાજકારણ સાથે સંકળાયેલા છે તેવા લોકો દ્વારા રાજકીય રોટલો શેકવા માટે એક દૈનિક વર્તમાન પત્રમાં વસાવા રસિકભાઈ દીપસિંગભાઈ સંચાલિત પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાથી અનાજ નહીં મળતું હોવાની ખોટી રજૂઆતો કરી સંચાલકને બદનામ કરવાનો પૂર્વ આયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું, કારણકે વસાવા રસિકભાઈ છેલ્લા ૧૫ વર્ષથી સરપંચ તરીકે ચૂંટાઈને આવે છે માટે તેમની કારકિર્દી ખતમ કરવાના ઇરાદે આવી પાયા વગરની રજૂઆતો કરાઈ છે જેથી ખોટી રજૂઆતો કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે નર્મદા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

(11:03 pm IST)