Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

આર્ટિકલ 370 નાબૂદ થતા દેશમાં માહોલ :પેટા ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપ જીતશે :મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

વાપીમાં કોળી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

વલસાડ :: આર્ટિકલ-370 નાબૂદ થયા બાદ દેશમાં જે માહોલ ઉભો થયો છે તેના કારણે પેટા-ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે. તેમ  રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું  વાપીમાં કોળી સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારંભમાં હાજરી આપવા આવેલા બાવળિયાએ જણાવ્યું હતું કે દેશમાં અત્યારે ઉભા થયેલા માહોલના કારણે પેટા ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો જીતશે.
    બાવળિયાએ વધુમાં જણાવ્યું, “ કાશ્મીરમાંથી કલમ-370ની કલમ નાબૂદ થવાનો જે નિર્ણય સરકારે કર્યો છે ત્યારબાદ દેશમાં જે માહોલ ઉભો થયો છે તેના કારણે અમે પેટા-ચૂંટણીઓમાં સારી રીતે જીતીશું. હવે તો લોકો સામેથી કહેતા થયા છે કે જે કામ અન્ય સરકાર નહોતી કરી શકે તે કામ નરેન્દ્રભાઈ મોદી સરકારે કરી અને દેશની ઇજ્જત અને આબરૂ વધારી છે. અમે તમામ પેટા-ચૂંટણીઓ સારી રીતે જીતવાના છીએ.

(6:45 pm IST)