Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

સુરતમાં માત્ર ર વર્ષનો બાળક પાણીની ટાંકીમાં ગરકાવ થયા બાદ શોધતા મૃત હાલતમાં મળ્યો : પરિવારની ધોર બેદરકારી સામે આવી

સુરત :સુરતમાં એક માસુમ બાળકનું પાણીના ડ્રમમાં ડૂબતા મોત થયું છે. આ ઘટના બાદ પરિવાર પર આભ ફાટી ગયું હતું. ઘટના બાદ સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના માન દરવાજા વિસ્તારમાં ગઈકાલે સાંજે બે વર્ષનો યુનુસ નામના બાળક તેના મામાના ઘરે રમી રહ્યો હતો ત્યારે તે રમતા રમતા ઘરમાં રાખેલ પાણીના ડ્રમમાં પડી ગયો હતો. થોડા સમય બાદ યુનુસ ન મળતા તેના પરિવારજનો તેને શોધવા લાગ્યા હતા. પરંતુ તેમ છતાં યુનુસ મળ્યો ન હતો. પંરતુ એક કલાક બાદ તે ઘરમાં રાખેલ પાણીના ડ્રમમાંથી મળી આવ્યો હતો. યુનુસ 35 લિટરના પાણીના ડ્રમમાં ડુબી ગયો હતો. યુનુસને ડ્રમમાંથી બહાર કાઢીને તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પણ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકે મૃત જાહેર કરાતા બાળકને પોસ્ટમમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખેસડાયો હતો.

આ ઘટના બાદ બાળકના પિતા અને મામા વચ્ચે બોલાચાલી થઈ હતી. પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતા યુસુફ પઠાણ અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. બંને સાત મહિનાથી અલગ રહેતા હતા. જેથી મહિલા તેમના પુત્ર સાથે પોતાના પિયરમાં રહેતી હતી. યુસુફ તેની પત્ની અને બાળકને લઇ જવા માટે તૈયાર ન હતો. આ દરમિયાન ટ્રિપલ તલાકનો કાયદો આવતા યુસુફ તેની પત્નીને લઇ જવા માટે તૈયાર થયો હતો.

(4:00 pm IST)