Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

વરસાદને કારણે રાજયના ૪૪ રસ્તાઓ અને ૪ એકસપ્રેસ હાઇવે બંધ

અમદાવાદઃ  રાજયમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે રાજયના પ૦ જેટલા માર્ગો આજે પણ બંધ છે. આ ઉપરાંત મહીસાગરના ર તથા કચ્છનો ૧ અને પાટણનો ૧ એકસપ્રેસ હાઇવે પણ બંધ છે.  રાજયમાં વરસાદના કારણે સૌથી વધુ ગ્રામીણ વિસ્તારોના માર્ગ બંધ હોય તેવા જિલ્લાઓમાં સાબરકાંઠા, છોટાઉદેપુર અને નર્મદાનો સમાવેશ થાય છે. ૪૪ જેટલા ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ આજે પણ બંધ છે જયારે ૪ સ્ટેટ હાઇવે તથા અન્ય ર માર્ગો બંધ છે. આમ કુલ પ૦ જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે  બંધ છે.

(12:28 pm IST)