Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

નર્મદા ડેમમાં ૧૩૮ મીટર સુધી પાણી ભરવા મંજુરીની જરૂર નથી

     

વડોદરાઃ  નર્મદા બંધનુંં કામ પુરૃં થઇ ગયુ છે એટલે ૧૩૮ મીટરની ઉંચાઇ સુધી પાણી ભરવામાં નર્મદા કન્ટ્રોલ ઓથોરીટી સંમતિની જરૂર નથી. ટેકનીકલ અભિપ્રાય સાથે તકેદારી રાખીને ૧૩૮ મીટરની ઉંચાઇ સુધી પાણી ભરવાની નેમ છે. તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતુ.

ગઇકાલે સાંજે કેવડિયા કોલોની આવી પહોંચેલા રૂપાણીએ વધુમાં જણાવ્યું હતુ કે  કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. અપરંપાર પ્રાકૃતિક સુંદરતા છે કલા અને સંસ્કૃતિનો વારસો છે. આ તમામનો સમન્વય કરીને કેવડીયાનો ટોટલ ટુરિઝમ સેન્ટર તરીકે  વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓ આવે, બે ત્રણ દિવસ રોકાયા અને સ્થાનીક લોકોને રોજગારી મળે, તેનો સમન્વય કરીને વિકાસનું જે આયોજન કરવામાં આવ્યું છે.

(12:28 pm IST)