Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

ગુજરાતની મહેસાણા નગરપાલિકામાં કૌભાંડ બહાર આવ્‍યું તેના કારણમાં જવાબદાર છે કોંગ્રેસ પક્ષમાં જુથબંધી

ગાંધીનગર : ગુજરાતની મહેસાણા નગરપાલિકામાં કૌભાંડ બહાર આવ્યું  તેના કારણમાં કોંગ્રેસ પક્ષમાં જુથબંધી જવાબદાર છે

મળતી માહિતી મુજબ ગુજરાતમાં કોંગેસમાં જૂથબંધીના કારણે ઘણા વિવાદો સામે આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી સમયે પણ જૂથબંધી સામે આવી હતી. ચૂંટણી સમયે એક સાંધે અને 13 તૂટે તેવી પરિસ્થિતિ સર્જાય હતી. જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખે પર થોડા દિવસો પહેલા મહાનગરપાલિકાની ચૂંટણી સમયે તેમની અવગણના થતી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસમાંથી રાજુનામું આપીને તેઓ ભાજપમાં જોડાયા હતા. ગઈ કાલે રાજકોટમાં જૂથબંધીમાં કોંગ્રેસનું વોટ્સએપ ગ્રુપ બંધ કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસની જૂથબંધીના કારણે પાણી ટેન્કર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હાલ મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનું શાસન છે.

એક રીપોર્ટ અનુસાર કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં ચૂંટાયેલા કેટલાક નગર સેવકો દ્વારા લોકોને પાણીના ટેન્કર ફ્રીમાં આપવામાં આવ્યા હતા. આ બાબતે કોંગ્રેસના અન્ય ચૂંટાયેલા નગર સેવકોને જાણ થતા તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને ફરિયાદ કરી હતી કે, કોઈ પણ પ્રકારની રકમની ભરપાઈ કર્યા વગર નગરપાલિકાના વોટરવર્કસમાંથી પાણીના ટેન્કર લોકોને ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે.

નગર સેવકોની ફરિયાદના આધારે ચીફ ઓફિસર દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. ચીફ ઓફિસરની તપાસમાં ખુલાસો થયો હતો કે, કોંગ્રેસના 30 કરતા વધારે નગરસેવકો દ્વારા લોકોને વિના મુલ્યે પાણીના ટેન્કર આપીને ગેરરીતી કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના નગરસેવક હિરેન મકવાણા દ્વારા 157 જેટલા પાણીના ટેન્કર ફ્રીમાં આપવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે નગરપાલિકાના કમિશનર દ્વારા હિરેન મકવાણાને 157 પાણીના ટેન્કરના 31,000 રૂપિયા ભરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

(11:46 am IST)