Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નવાજુની (ફેરબદલ) માટે ગણાતી ઘડીઓ : વાઘાણીના સ્‍થાને જે કોઇ પ્રમુખ આવશે તે ઓબીસી હોવાની પ્રબળ અટકળો તેજ

ગાંધીનગર : ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી નવેમ્બર 2019માં બદલી કાઢવામાં આવશે, તેની સાથે ગુજરાત પ્રદેશ કારોબારી, સંગઠન માળખુ, જિલ્લા પ્રમુખ અને જિલ્લા સમિતિઓ, બુથ સમિતિની રચના કરવા માટે પ્રદેશ મહામંત્રીઓ તેમજ મુખ્ય અગ્રણીઓની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આ મહિના - ઓગષ્ટના અંતમાં પ્રાથમિક સભ્યો નોંધી લેવાશે. હવે કોઈ ઓબીસી પ્રમુખ નિયુક્ત થવાની શક્યતા છે.

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખપદે ભાવનગરના ધારાસભ્ય હતા ત્યારે જીતેન્દ્ર વાઘાણીની નિયુક્તિ થઇ હતી. તેઓ આર એસ એસમાં છે. બે દાયકાથી પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના પ્રમુખ રહ્યાં છે. બે વખત વજુભાઈ વાળા, બેટ ટર્મ માટે રાજેન્દ્રસિંહ રાણા, એક ટર્મ માટે પરસોતમ રૂપાલા, બે ટર્મમાં આર.સી.ફળદુ, વિજય રૂપાણી અને જીતેન્દ્ર વાઘાણી પ્રમુખ તરીકે રહયા હતાં. તેથી હવે સૌરાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ નહીં હોય.

(11:20 am IST)