Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ધંધુકાના ઝીંઝર ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ પાસે પાણીના નિકાલના અભાવે ખેડૂતો પરેશાન

અનેક રજૂઆત છતાં નક્કર કાર્યવાહી નહીં :પાણી કાઢવાની જગ્યા જ નથી

ધંધુકા તાલુકાના ઝીંઝર ગામની સીમમાંથી પસાર થતી લખતર-વલ્લભીપુર નર્મદા કેનાલ બનાવવામાં આવી છે. તેમાં પાણીના નિકાલના ભાવે ખેડૂતો પરેશાન થઇ રહ્યાં છે

   આ કેનાલનું કામ ૧૯૯૭થી કરવામાં આવ્યું છે. પણ કેનાલ બનાવતી વખતે ખેડુતો દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા રાખવા રજુઆતો કરવામાં આવી હતી. નર્મદા નિગમના અધિકારીઓને હજુ પણ રજુઆતો બાદ કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવી નથી.

   આ નર્મદા કેનાલના પાળના કારણે ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાયેું રહે છે. નર્મદા અને ખેતરો વચ્ચે પાણી કાઢવાની કોઈ જગ્યા રાખવામાં આવી નથી તેથી દર ચોમાસે ખેડુતોને કઠિન સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અને ચોમાસા બાદ પણ ખેતરોમાંથી પાણી ઓસરાતું નથી તેથી ખેડુતો પોતાના ખેતરમાં ખેતી કરી શકતા નથી અને ખેતીના અભાવે ખેડુતને લાખો રૂપિયાનું નુકશાન થાય છે.

(12:35 am IST)