Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

રાત્રે અમદાવાદમાં ભારે પવન સાથે અનરાધાર વરસાદ::પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર તૂટી પડ્યો

મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદ ;આજે રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે  અમદાવાદના પશ્ચિમ વિસ્તારના મોટાભાગના વિસ્તારમાં  ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે

અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. ત્યારે રાત્રે 8 વાગ્યાની આસપાસથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે.

    અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ઘાટલોડિયો, એસજી હાઈવે, બોપલ, સરખેજ-મકરબા, ચાંદલોડિયા, વગેરે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં વરસાદે બે દિવસના વિરામ બાદ ફરી ધમાકેદાર એન્ટ્રી કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

     રાત્રીના 8 વાગ્યાની આસપાસ મોટાભાગના લોકોને ઓફિસથી છુટવાના સમયે અચાનક વરસાદ શરૂ થઈ જતા, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ઠેર ઠેર વાહન ચાલકો વરસાદથી બચવા માટે ઝાડનો સહારો લેવાની કોશિસ કરી રહ્યા છે. અમુક જગ્યા પર ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાઈ છે.

(9:32 pm IST)