Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

બોડેલી પાસે જોજવા આડબંધ સાત ફૂટ ઓવરફ્લો

બોડેલી પાસે જોજવા ગામે ઓરસંગ નદી પર જોજવા એક માત્ર આડબંધ છે. ઓરસંગ નદીમાં ભારે પાણી પ્રવાહ વહેતો થતાં ડેમના ક્રેસ્ટ લેવલ ૨૧૪ ફૂટની ઉપર સાત ફૂટ ઊંચાઇએથી પાણી વહેતા થયા હતા. બંધના સત્તાધીશોએ રૃબરૃ મુલાકાત લીધી હતી

આજુબાજુ ગામના લોકો બંધ સ્થળે ડેમની છલતી પરથી ધસમસતો પ્રવાહ વહેતો થતા અદ્ભૂત નજારો જોવા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયાં હતાં

(10:51 pm IST)