Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

નર્મદાના તિલકવાડામાં 5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ

ગુરુડેશ્વર અને સાગબારામાં ત્રણ ઇંચ,ડેડિયાપાડામાં બે ઇંચ વરસાદ

નર્મદા જિલ્લામા તિલકવાડામા પાંચ ઇચ( ૧૨૫ મીમી) વરસાદ ખાબકતા તિલકવાડામા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ગરુડેશ્વરરમા ત્રણ ઇચ ( ૭૦ મીમી) અને સાગબારામા પોણા ત્રણ ઇંચ (૬૬ મીમી) વરસાદ, દેડીયાપાડામા બે ઇચ ( ૪૬ મીમી) વરસાદથી જનજીીવન ખોરવાઇ જવા પામ્યુ હતુ. નાંદોદ તાલુકામા એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.

(10:30 pm IST)