Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

કરોડોના બીટકોઈન કૌભાંડનો સૂત્રધાર દિવ્યેશ દરજી ઝડપાયો :દિલ્હી એરપોર્ટ પરથી પોલીસે દબોચી લીધો

નોટાબંધી બાદ બીટકનેક્ટ કંપની શરૂ કરી હતી :એશિયા હેડ દિવ્યેશ દુબઈથી આવતો હતો

અમદાવાદઃ કરોડોના બીટકોઈન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજીની CID ક્રાઈમે ધરપકડ કરી લીધી છે. દિવ્યેશ દરજી દુબઈથી દિલ્હી આવી રહ્યો હતો. તે દરમિયાન તેને દિલ્હી એરપોર્ટ પર જ પોલીસે દબોચી લીધો હતો

  સીઆઇડી ક્રાઈમે દેશભરમાં આ અંગે જાણ કરી હતી. દિવ્યેશ દરજી બીટકોઈન કૌભાંડનો એશિયા હેડ હતો. નોટબંધી બાદ તેણે બીટકનેક્ટ નામની કંપની શરૂ કરી હતી. જેના માટે તેણે બૂર્જ ખલીફામાં ઓફીસ પણ રાખી હતી. 2.80 કરોડ બીટકોઈન બજારમાં મૂક્યા હતા, જેમાંથી 1.80 કરોડ બીટકોઈન વેચાયા હતા. CID ક્રાઈમે હવે દિવ્યેશની વધુ પૂછપરછ હાથ ધરી છે, પૂછપરછમાં વધુ મોટા માથાના નામ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. 

(8:38 pm IST)