Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

સુરતના ખોલવડના સરપંચ અને તેના ભાઈ ઉપર ફાયરિંગ :બંને ભાઈઓ ઈજાગ્રસ્ત

અંગત અદાવતમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ ;ટોળામાંથી એક શખ્શને ઝડપી લેવાયો

સુરતના ખોલવડ ગામના ખોલવડ ગામના સરપંચ અને તેના ભાઈ પર ફાયરિંગની ઘટના બની છે. ગામના સરપંચ હારુન ટેલી અને તેના ભાઈ મહમદ ટેલી ઉપર અંગત અદાવતમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી

 . ખોલવડ ગામે કરવામાં આવેલા ફાયરિંગમાં સરપંચ અને તેનો ભાઈ ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં  આવ્યા હતા. ટોળા દ્વારા ફાયરિંગ કરવામાં આવતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

(7:59 pm IST)