Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ગાંધીનગર: લકઝરી બસમાંથી પોલીસે તપાસ દરમ્યાન 8 કિલો ચરસનો જથ્થો ઝડપ્યો

ગાંધીનગર: જિલ્લામાં પોલીસ દ્વારા વાહનચેકીંગ શરૃ કરવામાં આવ્યું છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા નાકા પોઈન્ટ ઉપર રાજસ્થાનથી આવતી લકઝરી બસની તપાસ કરતાં તેમાંથી .૨૧૪ કિલો ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો અને જથ્થો રાખનાર મધ્યપ્રદેશના શખ્સને ઝડપી પાડયો હતો. .૧૦ લાખનો ચરસનો જથ્થો કબ્જે કરીને ગાંધીનગર એસઓજીને વધુ તપાસ સોંપવામાં આવી છે.  

ગાંધીનગર જિલ્લામાં વિદેશી દારૃની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે અને માટે ખાસ વાહનચેકીંગના પોઈન્ટ પણ ઉભા કરવામાં આવે છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવતી લકઝરી બસ નં.આરજે--પીબી-૨૨૨૫ને ઉભી રાખી એએસઆઈ ગૌરવકુમાર અને ટીમ તપાસ કરી રહી હતી ત્યારે એક થેલામાંથી માદક પદાર્થની વાસ આવતાં શંકા ગઈ હતી

 

(6:12 pm IST)