Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

વાપીના સેલવાસમાં લગ્નના 17 વર્ષ પછી ભેદી સંજોગોમાં પત્નીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

વાપી:સેલવાસ ખાતે રહેતી ૫રિણીતાએ લગ્નના ૧૭ વર્ષ બાદ ભેદી સંજોગોમાં આપઘાત કરી લીધો હતો. આપઘાતનું પગલુ ભરવા પૂર્વે પતિને ફોન પર હું મરી રહી છું એમ જણાવ્યા બાદ સંતાનોની ગેરહાજરીમાં ફાંસો ખાઇ લીધો હતો

સેલવાસના નરોલી રોડ પર આવેલી ચાલીમાં રાહુલ સહાની પરિવાર સાથે રહે છે. ગઈકાલે રાહુલની પત્ની વિનીતા ઉર્ફે ગુડ્ડી (..૩૬) બાળકોને સ્કૂલે મુકી ઘરે પરત આવી હતી

પતિ અને સંતાનોની ગેરહાજરીમાં વિનીતાએ પંખા સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વિનીતાએ આપઘાત પૂર્વે પતિ રાહુલને ફોન કરી હું મરી રહી છું એમ જણાવ્યું હતું. પત્નીની વાત સાંભળી પતિ રાહુલ તુરંત પોતાની કેન્ટીન પરથી ઘરે પહોંચી ગયો હતો

 

(6:11 pm IST)