Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

વડોદરા: લંડનમાં અભ્યાસ કરતા પુત્રની ફી ભરવા જતા રીક્ષા ચાલક પિતાએ 15 લાખ ગુમાવ્યા

વડોદરા:લંડનની કોલેજમાં પુત્રના અભ્યાસ માટે ત્રણ લાખ રૂપિયા ફી ભરવા માટે આજવારોડ પરની બેંકમાં ગયેલા પીપળીયાના રિક્ષા ચાલકને સ્લીપમાં તમામ ચલણી નોટોના નંબરો લખવા પડશે તેમ કહી વાતોમાં ભોળવી સિફ્તપૂર્વક થેલીમાંથી દોઢ લાખ રૂપિયા કાઢી  બે ભેજાબાજો ફરાર થઇ ગયા હતાં.

પ્રાપ્ત માહિતિ મુજબ વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામે રામદેવ ફળીયામાં રહેતા નટુભાઇ વિઠ્ઠલભાઇ પરમાર રિક્ષા ડ્રાયવિંગ કરે છે. તેમના પુત્ર તરુણને લંડનની ડીમોન ફોર્ટ યુનિવર્સિટીમાં એમએસસી મેકાટ્રોનીક્સના અભ્યાસ માટે જવાનું હોવાથી કોલેજમાં રૂા. લાખ ફી ભરવાની હતી


ફી ભરવા માટે નટુભાઇ તેમના પુત્ર તરુણ સાથે ત્રણ લાખ રૂપિયા લઇ આજવારોડ ખાતે બેંક ઓફ બરોડાની બ્રાંચમાં ગયા હતા. બેંકમાં  બેસીને  તરુણ સ્લીપ ભરતો હતો.

 

(6:11 pm IST)