Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

વડોદરાના વાઘોડિયા રોડ પર મોબાઈલના શોરૂમમાંથી તસ્કરોએ 22.87 લાખની મતાની ઉઠાંતરી કરી

વડોદરા:વાઘોડિયારોડ પર ઉમા ચાર રસ્તા પાસેના ભરચક વિસ્તારમાં આવેલી એસ.કે. મોબાઇલ શોપમાંથી આજે વહેલી સવારે રૂા.૨૨.૮૭ લાખ કિંમતના મોબાઇલફોન તેમજ રોકડ રકમની ચોરી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસના કડક ચેકિંગ વચ્ચે બુકાનીધારી તસ્કર ટોળકીએ મુખ્ય રોડ પરજ લાખો રૂપિયાની મત્તા તેમજ રોકડ રકમની  ચોરી કરી પોલીસને પડકાર ફેક્યો છે.

ઉમા ચાર રસ્તા પાસે આવેલા એસ.કે. મોબાઇલ નામના શોરૂમમાં આજે સવારે શોરૂમના મેનેજર દર્શન તેંડુલકર તેમજ સ્ટાફના માણસો આવ્યા ત્યારે શોરૂમનું શટર વચ્ચેથી ઉંચુ જણાયું હતું. શોરૂમમાં કાંઇ અજુગતુ બન્યુ હોવાની આશંકા જતા દર્શનભાઇએ વાઇસ પ્રેસીડેન્ટ જય નયનભાઇ ભટ્ટને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. દરમિયાન શટર ઉંચુ કરીને તપાસ કરતા શોરૂમમાં મોબાઇલફોનના ખાલી બોક્સો પડેલા તેમજ કાઉન્ટર ખુલ્લું જણાયું હતું.

મોબાઇલના શોરૂમમાં ચોરી થઇ હોવાની જાણ થતા પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે શોરૂમના સીસીટીવી કેમેરાની તપાસ કરતા સવારે પાંચ વાગ્યાથી સાડા વાગ્યા વચ્ચેના સમયગાળામાં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું છે

 

(6:11 pm IST)