Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ધોળા દહાડે અમદાવાદમાં 64 મહિલાના ગળામાંથી ચેન્નઈ તસ્કરી કરનાર બે શખ્સો પોલીસના સકંજામાં

અમદાવાદ:અડધી રાત્રે મહિલાઓ ખુલ્લેઆમ ફરી શકતી હોવાના  સરકાર દાવા કરી રહી છે. બીજીતરફ ધોળે દહાડે મહિલાઓનાં ગળામાંથી ચેન આંચકી જવાના બનાવો વધી રહ્યા છે. પ્રકારના ગુનાની સજામાં વધારો કરાયા છતા ગુનેગારોને પોલીસનો ડર હોય તેમ બેફામ બનીને ચાલુ વાહને દોરા ખેંચી પલાયન થઈ જાય છે. પોલીસે ૬૪ મહિલાઓની સોનાની ચેઈન ખેંચી જનારા બે આરોપીઓને ઝડપ્યા છે. પરંતું ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા અનેક આરોપીઓ હજી પોલીસની પકડથી દુર છે

ક્રાઈમ બ્રાંચે કૃષ્ણનગરમાં રહેતા આનંદ ઊર્ફે અશોક રાજેશભાઈ દંતાણી (૨૫) અને સરસપુરના કૈલાશ ઊર્ફે કલ્પેશ અશ્વિનભાઈ સુથાર (૨૦)ની ધરપકડ કરી છે. તેમની પાસેથી બાઈક અને સોનાની બે ચેઈન કબજે કરવામાં આવી છે. જોકે તેમનો સાથીદાર લાયકસિંગ શ્રીકૃષ્ણ તારબ હજી ફરાર છે.

આરોપીઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં વહેલી સવારે પગપાળા અને ટુ વ્હીલર પર જતી મહિલાઓને નિશાન બનાવતા હતા.પુછપરછમાં આરોપીઓએ છેલ્લા અઢી વર્ષમાં ચેન સ્નેચિંગના ૬૪ ગુના કર્યા હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી છે.

 

(6:11 pm IST)