Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

બોરસદના કંકાપુરામાં રસ્તા પર એકને ત્રણ શખ્સોએ ધારિયું મારી ગંભીર ઇજા પહોંચાડી

બોરસદ: તાલુકાના કંકાપુરા ગામે આવેલી ચિત્રાઈ તલાવડી પાસે ગઈકાલે બપોરના સુમારે એકને રસ્તા બાબતે ત્રણ શખ્સોએ તકરાર કરીને ધારીયું મારી ગંભીર ઈજાઓ પહોચાડતા અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર ચિત્રાઈ તલાવડી પાસે રહેતા જીકાભાઈ ઉદેસિંહ પરમાર ગઈકાલે બપોરના એક વાગ્યાના સુમારે દશામાનુ વ્રત હોય નોતરું આપવા માટે પરિવારના સભ્યો સાથે ગયા હતા. ત્યાંથી પરત આવતા હતા ત્યારે લખીબેન રમેશભાઈ પરમારે તેમને જણાવ્યુ હતુ કે, રસ્તો તમારો નથી તેમ કહીને બોલાચાલી કરી હતી. દરમ્યાન લખીબેનનું ઉપરાણું લઈને અમરાભાઈ જીવાભાઈ ધારીયું લઈને આવી ચઢ્યા હતા અને એક શખ્સે રણજીતસિંહને પકડી રાખી અમરાભાઈએ પોતાની પાસેનું ધારીયું મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો

(6:10 pm IST)