Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

પેટલાદના આમોદમાં નજીવી બાબતે ત્રણ શખ્સોએ મહિલા સાથે તકરાર કરી માર માર્યો

પેટલાદ:તાલુકાના આમોદ ગામે આવેલા ખ્રિસ્તી ફળિયામાં કચરો નાંખવાની બાબતે ત્રણ શખ્સોએ તકરાર કરીને એક મહિલાને જડબાના ભાગે લાકડીન ઢોસો મારીને ફેક્ચર કરી નાંખતા અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે

મળતી વિગતો અનુસાર આમોદના ખ્રિસ્તી ફળિયામાં રહેતા શીવાભાઈ ભીખાભાઈ પરમારના ઘર પાસે કોઈ કચરો નાંખી ગયો હોય જે અંગે ફળિયાના માણસોને કહેતા નજીકમાં રહેતા દિપીકાબેને શીવાભાઈ તથા મણીબેનને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમનુ ઉપરાણુ લઈને ભાવનાબેન તથા મહેશભાઈ લાકડી લઈને આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર મારીને લાકડીનો ઠૂંસો મણીબેનને જડબાના ભાગે મારી દેતાં ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતુ

(6:10 pm IST)