Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

આણંદમાં તસ્કરોએ એક સાથે 6 મકાનના તાળા તોડી મતાની ઉઠાંતરી કરી

આણંદ:માં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ જાણે કે માઝા મુકી દીધી હોય તેવો ઘાટ સર્જાવા પામ્યો છે. શહેર પોલીસ દ્વારા વધતી ચોરીઓ અટકાવવા માટે નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું હોવાના કરાઈ રહેલા દાવાઓ વચ્ચે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે વરસતા વરસાદમાં ત્રાટકેલા તસ્કરોએ સો ફુટના રોડ ઉપર આવેલી હિમાલય બંગલો સોસાયટીના મકાનોને નિશાન બનાવીને તેમાંથી અડધા લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે અંગે હજી સુધી આણંદ શહેર પોલીસ મથકે કોઈ ફરિયાદ દાખલ થવા પામી નથી

પ્રાપ્ત વિગતો અનુસાર સો ફુટના રોડ ઉપર હિમાલયા બંગલો નામની સોસાયટી આવેલી છે જેમાં રહેતા શિક્ષક સચિનભાઈ દાવલા ગઈકાલે રાત્રીના સુમારે પોતાના પરિવાર સાથે ઉપલા માળે સુઈ ગયા હતા દરમ્યાન કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને બારીના સળિયા વાળીને બારી ખોલી તેના વાટે ઘરમાં પ્રવેશ્યા હતા અને બેડરૂમમાં બનાવવામાં આવેલા કબાટનો સામાન વેરવિખેર કરી નાંખીને સોનાની ચેઈન તથા સાતથી આઠ હજારની રોકડ રકમની ચોરી કરી લીઘી હતી. સવારે જ્યારે સચિનભાઈ દાવલા જાગ્યા ત્યારે બેડરૂમનો બધો સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો. જેથી તેમણે તપાસ કરતાં ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી. તેઓએ તપાસ કરતાં તેમની બાજુમાં રહેતા અમીતભાઈ ડાભી, એલ્વીનાબેન મેકવાન, કેશવભાઈ પ્રજાપતિ સહિત કુલ મકાનોમાં એક મોડસ ઓપરેન્ડી એટલે કે બારીના સળિયા વાળીને અંદર પ્રવેશ કરી તેઓના મકાનમાંથી પણ પાંચ- હજારની રોકડ સહિત કુલ અડધા લાખની મત્તાની ચોરી થવા પામી હતી

(6:09 pm IST)