Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

નડિયાદમાં નિર્દય રિક્ષાચાલક: પેસેન્જર પડી જતા પણ રીક્ષા ચલાવવાનું શરૂ રાખ્યું

નડીઆદ:માં એક રીક્ષાચાલકે માનવતાને શર્મશાર કરતું કૃત્ય આચરતાં પોતાની રીક્ષામાંથી પડી ગયેલા મુસાફરને દવાખાને લઈ જવાને બદલે રીક્ષા લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો

મહારાષ્ટ્રના બુલદાના જિલ્લામાં આવેલ ડીધી ગામના શશિકાંત વામન કોલ્ટે ગત તારીખ ૧૨ ઓગસ્ટના રોજ માતર માનવ પરિવાર સેવા કેન્દ્રમાંથી દવા લઈ રીક્ષા નં જીજે ૦૭ એટી ૫૦૪૨માં બેસી નડિયાદ પરત ફરતાં હતાં. તે દરમિયાન રીક્ષાના ચાલકે પોતાની રીક્ષા પુરપાટ ઝડપે ચલાવતાં સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં મિશન રોડ પર આવેલ એલીમ ચર્ચની સામે ડિવાઈડર પર રીક્ષા અથડાઈ હતી. જેને પગલે રીક્ષામાં સવાર શશિકાંત કોલ્ટે રીક્ષામાંથી ફંગોળાઈ ગયા હતાં. જેથી તેઓને શરીરે ઈજાઓ થઈ હતી. જોકે રીક્ષાચાલકે ઈજાગ્રસ્ત બનેલાં શશિકાંતને હોસ્પિટલમાં લઈ જવાને બદલે રીક્ષા લઈ સ્થળ પરથી નાસી છુટ્યો હતો

બનાવ અંગે શશિકાંત વામન કોલ્ટેની ફરિયાદને આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે રીક્ષાચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:09 pm IST)