Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

અમદાવાદમાં કાર ભૂવામાં ખાબકીઃ પાછળનો દરવાજો ખોલી ડ્રાઈવરને બહાર કઢાયો

અમદાવાદઃ બે- ચાર ઈંચ વરસાદમાં જ મેગાસિટી અમદાવાદની દશા કોઈ અંતરીયાળ ગામડાથી પણ ભૂંડી થઈ જતી હોય છે. શુક્રવારે સરખેજ રોડ પર આવેલી હૈદરી પાર્ક સોસાયટી પાસે એક કાર ભૂવામાં ગરકાવ થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં રાહદારીઓએ કારનો પાછળનો દરવાજો ખોલીને ચાલકને બહાર કાઢીને તેનો જીવ બચાવી લીધો હતો. ભલભલાના હૈયા કંપાવી મૂકે તેવા આ દ્રશ્યએ મેગાસિટી અમદાવાદના વિકાસની પોલ ખોલી નાંખી છે. કારને ખાનગી ક્રેઈનની મદદથી બહાર કઢાઈ હતી.(૩૦.૮)

(3:29 pm IST)