Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

મેડીકલની ૧૬૭ ખાલી બેઠકમાં ઓફલાઇન મેરીટ મુજબ પ્રવેશ

અમદાવાદ, તા.૧૮: ધો.૧૨ સાયાન્સ પછીના યુજી મેડિકલ કોર્સમાં બે ઓનલાઇન રાઉન્ડ આજે પુરા થયા છે. અને બે રાઉન્ડને અંતે ૧૬૭ બેઠકો ખાલી છે. જે માટે હવે આવતી કાલથી ઓફલાઇન રાઉન્ડ શરૂ થશે અને જેમાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી મેરિટ પ્રમાણે પ્રવેશ ફાળવાશે.

 બે રાઉન્ડ બાદ મેડિકલમાં સરકારી કોલેજોની તમામ કેટેગરીની તમામ બેઠકો ભરાઇ ગઇ છે. જયારે ખાનગી કોલેજોની ૧૬૭ બેઠકો ખાલી રહી છે. જેમાં મેનેજમેન્ટ કવોટાની ૧૦૫ બેઠકો ખાલી છે. ખાનગી કોલેજોમાં જનરલ કવોટામાં ઓપન કેટેગરીની ૨૯, એસસી કેટેગરીની ૧, એસટી કેટેગરીની ૮ અને એસઇબીસી કેટેગરીની ૨૪ બેઠકો ખાલી છે. બીજા રાઉન્ડમાં ફાળવાયેલા પ્રવેશમાંથી ૧૬૩ વિદ્યાર્થીએ ફી ન ભરી રીપોર્ટિગ કરાવ્યું નથી જયારે ૪ વિદ્યાર્થીએ પ્રવેશ રદ કરાવ્યો છે.(૨૨.૯)

(3:28 pm IST)