Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

શેલ્બી હોસ્પિટલમાં સાપ્તાહિક અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

 અમદાવાદઃ અમદાવાદની જાણીતી મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ  શેલ્બીએ  અંગદાનનું મહત્વ જણાવવા પોતાના ભારત સ્થિત બધા સેન્ટરોમાં ઓગષ્ટ ૬ થી ૧૩  સુધી અંગદાન સપ્તાહની ઉજવણી કરી હતી. જેના અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાયેલ હતા. જેમાં અંગદાન અંગેની ગેરસમજણ દૂર કરી યોગ્ય સમજણ આપી અને સ્વાથ્ય સંબંધી અનેક જાણકારી પણ અપાઈ હતી. કુલ ૧૩૦ લોકોએ શેલ્બી અમદાવાદમાં. અંગદાન અંગે પ્રતિજ્ઞા લીધી હતી.  ૧૩ ઓગષ્ટ જે સમગ્ર વિશ્વમાં અંગદાન દિવસ તરીકે મનાવાય છે. એ દિવસે બોપલ સ્થિત ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં પોતાના સ્ટાફ માટે સ્વાસ્થ્ય સંબંધિત જાણકારીની આપ-લે કરી હતી.

શેલ્બી હોસ્પિટલ નાં સિનીયર ટ્રાન્સપ્લાન્ટ ડોકટર્સ જેમાં  આનંદ ખખ્ખર,  વિનય કુમાર, ભાવિન વસાવાડા,   હાર્દિક પટેલ, જિગર શ્રીમાળી, કમલ ગોપલાણી,  જય શાહ અને શેલ્બી હોસ્પિટલના ઓપીડી ડિરેકટર ડો. ભરત ગજ્જર વગેરે જેવા એકસપર્ટસની ઉપસ્થિતિમાં પોતાના અનુભવ જણાવ્યા હતા. (૪૦.૫)

 

(2:21 pm IST)