Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

કેરળના કોચીમાં ભારે પુરમાં વડોદરામાં વિદ્યાર્થીઓ ફસાયા :એક ફ્લેટમાં લીધો આશરો

કેરળના કોચીમાં ભારે વરસાદ અને પૂર વચ્ચે વડોદરાના વિદ્યાર્થીઓ ફસાયા છે. ભમિક, પ્રવિણરાજ અને તેના વિદ્યાર્થીઓ કોચીના અલુવામાં ફસાયા છે. વડોદરાના વિદ્યાર્થીઓએ અલુવા ખાતે એક ફ્લેટમાં આશ્રય લીધો છે. જોકે ત્યાં તેમને પીવા માટે પાણી કે ભોજનની વ્યવસ્થા નથી.

બે ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે 10 લોકો ફ્લેટમાં છે. કોત્તાપુરમના એક્વાસીટી વિસ્તારમાં 15 ફૂટ પાણી ભરાયા છે. જ્યાં બચાવ કે રાહત કામગીરી માટે તંત્ર પહોંચ્યું નથી. બંને વિદ્યાર્થીઓ સાઉડ એન્જિનિયરિંગ કરવા માટે કોચી ગયા અને ત્યાં પૂરમાં ફસાયેલા છે.

 

(1:29 pm IST)