Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

પિતરાઇ બહેનને અશ્લીલ મેસેજ મોકલનારા નરાધમની ધરપકડ

અનેક ફેક આઇડી બનાવ્યા હોવાનું સાયબર ક્રાઇમની તપાસમાં ખૂલ્યું : 'છોકરી' બનીને અનેકને ઉલ્લુ બનાવતો હતો

અમદાવાદ તા. ૧૮ : પિતરાઈ બહેને ભણવા માટે ઠપકો આપ્યો અને ભાઈએ તેને બોગસ પ્રોફાઈલથી સોશિયલ મીડિયામાં બદનામ કરી નાંખી...! આ કોઈ ફિલ્મી સ્ટોરી નહીં પરંતુ સાયબર ક્રાઇમે ઉકેલી કાઢેલા એક ગુનાની સત્ય હકીકત છે. યુવતીની ફરિયાદ બાદ શરૂ થયેલી તપાસમાં પોલીસે તેના જ પિતરાઇ ભાઈને પકડ્યો હતો. જેણે બોગસ આઈડીથી બહેન વિશેના બોગસ મેસેજ ફેમિલી મેમ્બર્સને જ ફોરવર્ડ કર્યા હતા. પોતે પકડાય નહીં તે માટે બોગસ પ્રોફાઈલ બનાવવા કાકાના ફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો.ઙ્ગ

થોડા દિવસ પહેલા એક યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જેમાં 'સુમન' નામની પ્રોફાઇલથી તેને તથા તેના પરિવારના સભ્યોને બીભત્સ મેસેજ મળી રહ્યાં હતા. જેમાં તેની બદનામી પણ કરાઈ રહી હતી. ઈન્ચાર્જ જેસીપી દીપન ભદ્રન અને સાયબર ક્રાઇમ ડીસીપી ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. વી.બી. બારડ અને ટીમે ચિરાગ ઉત્ત્।મરાવ ધરાડે (મરાઠી) (રહે. દાસ્તાન સર્કલ પાસે, નિકોલ)ને પકડી પાડ્યો હતો. ચિરાગની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો કે, તે ફરિયાદીનો પિતરાઈ ભાઈ છે.ઙ્ગ ચિરાગ ધો- ૧૦માં નાપાસ થતા બહેને તેને ભણવા માટે ઠપકો આપ્યો હતો. જેથી તેને બદનામ કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.કાકાના ફોનથી ફેક પ્રોફાઈલ બનાવી. જેનાથી તે લોકોને મેસેજ કરતો હતો.ઙ્ગ

પોલીસનું કહેવું છે કે, આરોપી એટલો ચબરાક છે કે, તે ફેક પ્રોફાઈલ વાપરવા માટે પોતાનું ઈન્ટરનેટ પણ વાપરતો ન હતો. તે પરિવારના કોઇ સભ્યના મોબાઈલનું હોટ-સ્પોટ ચાલુ કરી તેનાથી જ પોતાનો ફોન કનેકટ કરતો હતો. જેથી આઈ.પી. લોગ પણ બીજાના ફોનના આવે. આમ છતાં સાયબર ક્રાઇમની ઊંડાણપૂર્વકની તપાસમાં તે પકડાઈ ગયો હતો.ઙ્ગ(૨૧.૯)

(11:31 am IST)